ગીર સોમનાથમાં કોંગ્રેસનાં ધારાસભ્યે જીલ્લાના પોલીસ વડાને સમગ્ર જીલ્લામાં તેમજ ધાર્મિક સ્થળ પર અસમાજીક પ્રવૃતિઓ જેવા દૂષણો થઈ રહી હોવાથી તાત્કાલિક દૂષણો બંધ કરાવે તેવી પત્ર લખી માગ કરી છે.
ગીર સોમનાથમાં વિશ્વનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે. ધાર્મિક સ્થળ પર દારૂ, ક્રિકેટના સટ્ટા, જુગાર જેવા અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેથી કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી તાત્કાલિક દૂષણ બંધ કરાવે તેવી માગ કરી છે. વેરાવળ-પાટણના ભિડિયામાં ચાલતા દૂષણો પર પત્ર લખ્યો છે. જેમાં દારૂ, ક્રિકેટ સટ્ટા, જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાનો ઉલ્લેખ કર્યો છે.
વિશ્વનું પ્રથમ જ્યોતિ‹લગ ગીર સોમનાથમાં આવ્યું છે. સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે. સોમનાથમાં આ પ્રકારના દૂષણને ન ચલાવવા અંગે રજુઆત કરી છે. સ્થાનિક પોલીસની રહેમ નજરથી અડ્ડાઓ ચાલતાનો આક્ષેપ કરાયો છે. જિલ્લા પોલીસ વડા તાત્કાલિક દૂષણ બંધ કરાવે તેવી માગ કરી છે, આગામી દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી છે.