ગીર સોમનાથના બે સાહસિક યુવાનો સહિત ૧૨ યુવાનોની ટીમે તાજેતરમાં એક અદભુત પરાક્રમ કર્યું છે. ૨૬મી સપ્ટેમ્બરના રોજ, આ ટીમે હિમાચલ પ્રદેશના પીર પંજાલ રેન્જમાં આવેલા માઉન્ટ જગતસુખ પર સફળતાપૂર્વક આરોહણ કર્યું અને ૧૬,૫૬૦ ફૂટની ઊંચાઈએ તિરંગો ફરકાવ્યો. આ સાથે તેમણે ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’નો સંદેશ પણ આપ્યો. ટીમના મુખ્ય સભ્યોમાં ગીર સોમનાથના ભાવેશ બાંભણીયા અને યશ આહુજાનો સમાવેશ થાય છે.