ગીર પૂર્વ વન વિભાગ ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને ઉનાના મદદનીશ વન સંરક્ષક કે.પી. ભાટિયાની સૂચનાથી, હોળીના તહેવાર દરમિયાન જંગલ અને મહેસૂલી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તા.૧૩/૦૩/૨૦૨૫ના રોજ જસાધારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ.બી. ભરવાડ અને વનપાલ એમ.એચ. સોંદરવા પેટ્રોલિંગમાં હતા, ત્યારે ખિલાવડ પાણી ગાળા વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનના ઈરાદે આવેલા ભાચા, સીમર અને ખિલાવડ ગામના કેટલાક ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઇસમો સામે વન વિભાગ દ્વારા ગુનો નોંધી કુલ રૂપિયા ૯૦,૦૦૦/- (અંકે રૂપિયા નેવું હજાર પૂરા)ની એડવાન્સ રિકવરી કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઇસમોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.