ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ ગીર ગૌ જતન સંસ્થા માં ભારતીય સંસ્કૃતિ મુજબ ખેતી અને પશુપાલન ના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે ત્યારે ત્યાંના જ મેનેજર દ્વારા સહ કર્મી પરણિત મહિલા ઉપર કુદ્રષ્ટિ કરી દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતીપ્રાપ્ત વિગતો મુજબ શહેરના વોરાકોટડા રોડ પર રમેશભાઇ રૂપારેલીયા દ્વારા ગીર ગૌ જતન સંસ્થા ચલાવવામાં આવી રહી છે જેમાં દેશ-વિદેશથી અનેક લોકો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખેતી અને પશુપાલનના પાઠ ભણી રહ્યા છે ત્યારે આ સંસ્થામાં મેનેજર તરીકે નોકરી કરતા મૂળ ઇન્દોરના વિશાલ આદિનાથ વૈદ્ય (ઉમર વર્ષ ૩૭) દ્વારા સંસ્થામાં જ નોકરી કરતી પરણિત મહિલા કર્મચારી પર દુષ્કર્મ ગુજારવામાં આવતાં પોલીસ ફરિયાદ નોંધાતા સીટી પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ સંગાડા એ ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગીર ગૌ જતન સંસ્થા દ્વારા થોડા સમય પહેલા કર્મચારીઓની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવી હતી દરમિયાન ભોગ બનનાર મહિલા નોકરીમાં જાડાઈ હતી આરોપી વિશાલ અને ભોગ બનનાર મહિલા બંને પરિણીત છે અને સંતાનોના માતા-પિતા પણ છે ત્યારે સંસ્કૃતિના પાઠ ભણાવતી સંસ્થામાં મહિલા સાથે દુષ્કર્મ થતા ઘટનાની ચર્ચા ચોરી ને ચો કે થવા લાગી હતી.ગીર ગૌ જતન સંસ્થા માં કુટીર અને રૂમ બનાવવામાં આવ્યા છે આરોપી શખ્સે કયા કયા રૂમમાં કેટલી કેટલી વાર મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને આરોપી દ્વારા અન્ય કોઇ મહિલાને શિકાર બનાવવામાં આવી છે કે નહીં તે અંગે પણ પૂછપરછ હાથ ધરાઈ છે.