ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે એક દિવાળી માનવતાની તો એક દિવાળી વેપારીના પેટ ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોકડવા ગામે તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું તો વેપારી જગતમાં દિવાળી બગડી હોય તેવી દહેશત ઉભી થઇ છે. આખું વર્ષ મંદીથી પીડાતા વેપારીઓને દિવાળી સિઝનની રાહ હતી તેમાં પણ ધોકડવા ગામના કહેવાતા નેતા દ્વારા અરજીઓ તેમજ ટેલીફોન કરી તંત્રને પ્રેશર કરવામાં આવ્યું કે ડિમોલિશન દિવાળી પહેલા કરવામાં આવે. વેપારીઓનું નુકસાન જોઈને તંત્રના અધિકારીઓની પણ આંખો ભીની થઈ ગઈ હતી. આ ડિમોલિશન દિવાળી બાદ પણ થઈ શકતું હતું પરંતુ કહેવાતા આગેવાને તંત્રની ઉંઘ હરામ કરીને દિવાળી પહેલાં જ ડિમોલિશન કરાવ્યું હતું.