ગીર ગઢડાના દ્રોણ ગામે સમસ્ત દ્રોણ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા મંગળ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૨ દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે લાલીમાંએ સમાજને વ્યસન મુક્ત થવા જણાવ્યું હતું અને તેમણે સર્વોને આશીર્વાદ આપ્યા હતા.