ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં જવા-આવવાના રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના લીધે વાહન વ્યવહાર અને લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. સ્થાનિક ખેડૂતોએ કલેક્ટરને અરજી કરીને સર્વે નંબર ૬૧ માંથી પસાર થતો ૩૨ ફૂટનો રસ્તો ખુલ્લો કરવા માંગણી કરી છે, કારણ કે આ રસ્તા પર દબાણ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ દબાણ દૂર કરી રસ્તો ફરીથી ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.