ગીર ગઢડા તાલુકાના કાણકીયા ગામે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. “અંબે ગરબી મંડળ” દ્વારા પ્રાચીન, અર્વાચીન અને સાંસ્કૃતિક પરંપરા મુજબ યુવાન ગોવાળીયાનો રાસ અને બાળાઓ દ્વારા સુંદર ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હોમ હવન અને શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. બાળાઓ અને ગોવાળીયાઓને દાતાઓ દ્વારા ઈનામ આપવામાં આવેલ હતા.