ગીરીયા ગામે રહેતા જીણાભાઈ અમરાભાઈ ઘોડાસરા (ઉ.વ.૫૩) તથા સાહેદ મનસુખભાઈ હનુભાઈ જાદવ મોટર સાયકલ લઈને નીરણ લેવા અમરેલી આવતા હતા. ફરિયાદી મોટર સાયકલ ચલાવતા હતા તે સમયે ઠેબી ડેમ જવાના રસ્તે આવેલા ખોડીયાર મંદિરથી આગળ શક્તિ મીલ નજીક રોડ પર પહોંચતા પાછળથી ફોરવ્હીલ મોટર નં.GJ-૦૧-KC-૩૮૯૭ ના ચાલકે આવી ટક્કર મારી હતી. જેમાં તેમને તથા સાહેદને નાની-મોટી ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.ડી. જેઠવા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં રોકડીયાપરામાં રહેતા મનોજભાઈ કાળુભાઈ ડાંગર (ઉ.વ.૩૮)એ ફોરવ્હીલ નંબર Gj-૦૪-EE-૭૩૫૮ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સાહેદ ઘનશ્યામભાઇ કાળુભાઇ ડાંગર મોટર સાયકલ લઇ ગેરેજ જતા હત ા તે દરમિયાન ટોયોટો શો રૂમ સામે પહોચતા સામેથી ફોરવ્હીલ નં.ય્ત્ન-૦૪-ઈઈ-૭૩૫૮ ના ચાલકે આવી અથડાવી હતી. જેના કારણે માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.