ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટર કળથીયા એન્જિનિયરિંગ કંપનીને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડ એ નેશનલ હાઇવેના કામમાં બરુલા ગામના તળાવમાંથી માટી કાઢવા મંજૂરી આપી હતી. આ મંજૂરીમાં પારદર્શક ભ્રષ્ટાચાર કરવા ખોટા વહીવટને સાચો દર્શાવવા અને જવાબદારીમાંથી છટકવા માટે એક વિભાગમાંથી બીજા વિભાગને પત્રો દ્વારા સાચી ખોટી માહિતી અપાયા બાદ છેવટે ગીર સોમનાથ જિલ્લા કલેકટરે ઓક્ટોબર ૨૦૨૪ ના એક પત્રથી ચીફ એન્જિનિયરિંગ (પંચાયત) અને અધિક સચિવ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા ગાંધીનગરને પંચાયત વિભાગ ગીર સોમનાથ હસ્તકના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે આવેલા તળાવમાંથી માટી કાઢવા માટે આપેલી મંજૂરી અને આ માટેની કરોડો રૂપિયાની રોયલ્ટી નહીં ભર્યા હોવાના આધાર પુરાવા સાથે સચિવને જાણ કરીને સિંચાઈ વિભાગના આ કાર્યપાલક ઇજનેર સામે પગલાં લેવા જણાવતા ખળભળાટ મચી ગયો હતો.