દર વર્ષે દિવાળીબાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં યોજોતી લીલી પરિક્રમા સતત બીજો વર્ષે ફક્ત સાધુ-સંતો માટે જ પ્રતિકાત્?મક રીતે જ યોજોશે. આ અંગે કલેક્ટર દ્રારા આજરોજ વર્તમાન કોરોનાની ગાઇડલાઇન મુજબ ૪૦૦ની મર્યાદામાં માત્ર સાધુ-સંતો જ પ્રતિકાત્?મક રીતે લીલી પરિક્રમા કરી શકશે તેવી સતાવાર જોહેરાત કરવામાં આવી છે. લીલી પરિક્રમામાં રાજકીય પક્ષોના કે સામાજિક સંસ્થાઓના કોઇ લોકો પ્રતિકાત્મક પરિક્રમા કરી શકશે નહીં.
વર્ષોથી દિવાળીના તહેવારો બાદ જૂનાગઢમાં ગરવા ગીરનારના સાંનિધ્યમાં લીલી પરિક્રમા યોજોતી જેમાં લાખોની સંખ્?યામાં ગુજરાતભરમાંથી લોકો સામેલ થવા પહોચતા હતા, પરંતુ ગત વર્ષે કોરોના મહામારીના કારણે સાધુ-સંતો દ્રારા પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા યોજોઇ હતી. દરમિયાન ચાલુ વર્ષે કોરોના તળીયે હોવા છતાં આરોગ્યના નિષ્?ણાંતોના મત મુજબ લાખનો જનમેદની ભેગી કરવી કોરોનાને આમંત્રણ આપવા સમાન હોવાનો મત ધરાવતા હોવાથી મોટા કાર્યક્રમોને સરકાર દ્રારા મંજૂરી આપવામાં આવતી નથી. જેને લઇ રાજય સરકાર દ્રારા કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી ગાઇડલાઇન જોહેર કરી છે.
આજે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા લીલી પરિક્રમા અંગે સતાવાર જોહેરાત કરાઇ છે. જેમાં જણાવ્યું છે કે, વર્તમાન કોવિડની મહામારીને ધ્યાને લઇ રાજ્ય સરકારના તા.૨૪/૯/૨૧ના રોજ જોહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારનાં રાજકીય, સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જોહેર સમારંભોમાં તથા ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહતમ ૪૦૦ વ્યકિતઓ, પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાનાં ૫૦ ટકા (મહતમ ૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે તેવી જોગવાઈ કરાયેલી છે. જેથી કલેક્ટર કચેરી ખાતે સંબંઘિત વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સાધુ-સંતો સાથે તા.૨૭/૧૦/૨૧ના રોજ બેઠક યોજી હતી. જેમાં સરકારની ઉપરોકત ગાઈડલાઈન અનુસાર માત્ર ૪૦૦ની મર્યાદામાં સાધુ–સંતો દ્રારા જ પ્રતિકાત્મક પરિક્રમા યોજવા હાજર તમામ તરફથી અભિપ્રાય રજુ થયો હતો.
જે અભિપ્રાયને અનુમોદન આપવા માટે બેઠકની કાર્યવાહી નોંધની નકલ સરકારનાં ગૃહ વિભાગ, ગાંધીનગરમાં મોકલવામાં આવી હતી. જેની સામે સરકારના તા.૯/૧૧/૨૧નાં પત્રથી ઉપરોકત ગાઈડલાઈનને લક્ષમાં રાખી અનુસાર નિર્ણય કરવા સુચના આપી હતી. જેથી આગામી કારતક સુદ અગીયારસ તા.૧૪-૧૧-૨૧થી કાર્તીકી પુનમ તા.૧૯-૧૧-૨૧ સુધી પરંપરાગત રીતે યોજોતી ‘લીલી પરિક્રમા’ માત્ર ૪૦૦ લોકોની મર્યાદામાં સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે યોજોશે. જેની જોહેર જનતાએ નોંધ લેવી.
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ કલેક્ટરે કરેલી જોહેરાતમાં માત્ર સાધુ-સંતો જ પ્રતિકાત્?મક રીતે લીલી પરિક્રમા કરશે તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. જેથી પરિક્રમા રાજકીય પક્ષોના, સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ કરી શકશે નહીં.