ગીરગઢડા લોહાણા મહાજન દ્વારા નવનિર્મિત મેરેજ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મેરેજ હોલ સ્વર્ગસ્થ રસીલાબેન ચંદુલાલ જગજીવનદાસ કાનાબારના સ્મરણાર્થે તેમના સુપુત્ર મનોજભાઈ કાનાબારના અનુદાનથી નિર્માણ પામ્યો હતો. મનોજભાઈએ વર્ષ ૨૦૨૦માં આ અનુદાનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે કાનાબાર પરિવારના ભુવાશ્રી દાદા કાંતિદાદાએ આશીર્વાદ આપ્યા હતા. મુંબઈથી રણજીતભાઈ કાનાબાર, નીતિનભાઈ ઠક્કર, મહિમાબેન અને રોસનીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડોળાસા લોહાણા મહાજનના પ્રમુખ દિપકભાઈ ભુપતાણી અને અશ્વિનભાઈ કાનાબાર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મનોજભાઈ કાનાબારનું પાઘડી પહેરાવી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોજભાઈએ મેરેજ હોલ માટે જરૂરિયાત મુજબ એસી અને વિશેષ રકમના વધારાના અનુદાનની જાહેરાત કરી હતી.