ગીરગઢડા વહીવટી તંત્ર દ્વારા ગીરગઢડા કુમાર શાળા ખાતે રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે બાબતને ધ્યાને લઈ તાલુકાની પ્રજાને વ્યક્તિગત સેવાઓ તેના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે, તાલુકા કક્ષાએ સેવા સેતુ ગ્રામ્ય કાર્યક્રમ ૧૦મા તબક્કાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સાથે સાથે વડાપ્રધાન દ્વારા આયોજીત એક પેડ મા કે નામ અંતર્ગત
વૃક્ષારોપણ તેમજ મારું ગામ સ્વચ્છ ગામની પદયાત્રા પણ શાળાના બાળકો સાથે યોજવામાં આવી હતી.