ગીરગઢડા તાલુકાની બહેનોને સ્વરોજગારી અને આર્થિક સશક્તિકરણ માટે ઉમદા હેતુ સાથે, જીમ્ૈં દ્વારા “કોસ્ચ્યુમ જવેલરી ઉદ્યોગ” તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તાલુકા પંચાયત ગીરગઢડા ખાતે યોજાઈ હતી. શિબિરનું ઉદ્‌ઘાટન ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ દ્વારા કરવામાં આવ્યું હતું. શિબિરમાં જીમ્ૈં ફેકલ્ટી અજિતભાઈ પરમાર, દિલીપભાઈ છુફાણી, મનીષાબેન ગજીપરા અને મેઘનાબેન પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.