ગીરગઢડા તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનનું આયોજન શ્રી અંબાડા પ્રા. શાળામાં કરવામાં આવેલ જેમાં સોનપરા કુમાર શાળા વિભાગ ૫ાંચમાં કૃતિ “વિવિધ થેરાપી દ્વારા ચક્ર સંતુલન અને સ્વાસ્થ્યની જાળવણી” શાળાના બાળકો ચુડાસમા કેયુર રોહિતભાઈ અને ગોહિલ યુગ રમેશભાઈને માર્ગદર્શક શિક્ષકા વનિતાબેન એન. જાદવ દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. જેમાં સોનપરા કુમાર શાળાએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવતા શાળાના આચાર્યએ બંને બાળકો અને શિક્ષિકાને અભિનંદન પાઠવ્યા હતા.