ધોકડવા ગામના સરપંચે તેમના સમય દરમિયાન થયેલા વિકાસના વિવિધ કામોમાં વહિવટી અનિયમિતતા, ગેરરીતિ તેમજ સરકારના ઠરાવો, નિયમોના ભંગ, સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટનો દુરઉપયોગ કર્યો હતો. મહિલા સરપંચના પતિના નામે ચાલતી પેઢીના નામે નાણાં ઉપાડવા બદલ તેમને સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધોકડવા સરપંચ દ્વારા સત્તાનો દુરઉપયોગ કરી ગટર, રોડ, સામૂહિક શૌચાલય, રાજકીય કિન્નાખોરી રાખી અધૂરા વિકાસના કામ કરવા જેવા વિકાસનાં જૂના કામ હતા જે મંજૂરી લીધા વગર સક્ષમ અધિકારીની મંજૂરી વગર, કે તાલુકા પંચાયત-ગીરગઢડા કારોબારીની મંજૂરી લીધા વગર પોતાની સત્તાનો દુરઉપયોગ કર્યો હતો. તેમજ મનસ્વી વર્તન રાખી અગાઉ થયેલા સરકારના કામો તોડી પાડી સરકારને નાણાંકિય નુકસાન કર્યુ હતું. તેથી તે સરપંચને હોદ્દા પરથી દુર (સસ્પેન્ડ) કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને કાન્તિભાઈ માળવીને ગ્રા.પંચાયતનું સુકાન સોંપવામાં આવ્યુ છે.