ગીરગઢડા મુકામે ભાજપના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ગીરગઢડા તાલુકાના ચોરાલી મોલી ગામે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.