ગીરગઢડા ગામમાં કુલ રૂ. ૧૪ લાખ ૭૫ હજારના ખર્ચે તૈયાર થનાર ૩ સી.સી.રોડના કામોનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે રવિવારે કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત રૂ. ૪ લાખ ૭૫ હજારના ખર્ચે રઘુવંશીની દુકાનથી આંબેડકર ચોક સુધી, રૂ. ૫ લાખના ખર્ચે જલારામ વાડીની શેરીથી જામવાળા રોડ અને રૂ. ૫ લાખના ખર્ચે પટેલ સમાજની વાડીની શેરીમાં સી.સી.રોડના કામનો સમાવેશ થાય છે. આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ સાંખટ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલીયા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, તાલુકા પંચાયત સદસ્ય ઉકાભાઇ વાઘેલા, તાલુકા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાઘેલા, વેપારી અગ્રણી અનિલભાઈ કમવાની, જીતુભાઈ ગાંધી, અનિલ વિઠલાણી, હાર્દિક પાનસુરીયા, કેશુભાઈ ભાલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









































