ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નવા ઉગલા પ્રાથમિક શાળામાં ૭૬મો તાલુકા કક્ષા વન મહોત્સવ ઉજવાયો હતો. સા.વ. રેન્જ ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય કે.સી. રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાંખટ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ડાયાભાઈ જાલોન્ધ્રા સહિત જિલ્લા-તાલુકા અધિકારીઓ હાજર રહ્યા હતા. પર્યાવરણ જાગૃતિ માટે અધિકારીઓએ ઉદ્‌બોધન આપ્યું અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. “એક પેડ મા કે નામ ૨.૦” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ “વૃક્ષરથ” દ્વારા ગ્રામજનોને મફત વિવિધ જાતિના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. ડી.એમ. મકવાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગીરગઢડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.