ગીરગઢડા પંથકમાં સિંહોની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા દસ દિવસમાં છ દિવસ સિંહો શિકારની શોધમાં માનવ વસાહત તરફ આવ્યા છે. તાજેતરમાં, ઉમેદપરા બાયપાસ નજીક પુલ પાસે એક સાથે ત્રણ સિંહ જોવા મળ્યા હતા. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને આજુબાજુના ગામના લોકો સિંહદર્શન માટે ઉમટી પડ્યા હતા અને કલાકો સુધી સિંહોને નિહાળ્યા હતા. આ ઘટના સૂચવે છે કે સિંહો હવે જંગલને બદલે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સમય વિતાવી રહ્યા છે. ગીરગઢડા તાલુકામાં સિંહોની વારંવારની અવરજવરને કારણે સ્થાનિકોને ઘર બેઠા સિંહદર્શનનો લાભ મળી રહ્યો છે.








































