ગીરગઢડા ગામમાં છેલ્લા ૧૦ થી વધુ દિવસથી રહેણાંક વિસ્તારોમાં જ્યાં ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેથી આ વિસ્તારમાં રહેતા રહીશોને આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. આ વિસ્તારમાં કચરા કલેક્શનના ટ્રેકટર આવતા હતા તે પણ બંધ થઇ ગયા હોવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાનો ભય જોવા મળી રહ્યો છે. અહીં ભયંકર રોગચાળો ફેલાય તે પહેલા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ગંદકીને દૂર કરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી હતી. જોકે ચોમાસા દરમિયાન આટલી બધી ગંદકી થતી હોવા છતાં પણ ગીરગઢડા ગ્રામ પંચાયત ગંભીરતા લેતી નથી અને આ ગ્રામ પંચાયત મૂક પ્રેક્ષક બની જોઈ રહી છે.








































