વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉના શહેર તથા તાલુકા અને ગીરગઢડા તાલુકાના ૨૫ જેટલા ગામમાં શનિવારે ગામ લોકો એકઠા થયા હતા અને રામ મંદિરે સાંજના સમયે હનુમાન ચાલીસાના પાઠની પહેલ કરી હતી. ગીરગઢડા તાલુકાના શાણાવાકીયા ગામે ઉનાથી વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી નિપુલ શાહ, ઉના તાલુકા પ્રખંડ યશવંત બાંભણિયા તથા બજરંગ દળના તાલુકાના પ્રખંડ ભાવેશ સાંખટની ટીમ સાથે યુવાનો તથા વડીલોએ ભેગા મળી હનુમાન ચાલીસાની ધૂન બોલાવી હતી અને જય શ્રી રામના નારા સાથે સનાતન હિન્દુ ધર્મનો જયઘોષ કર્યો હતો.