ગીરગઢડાના વડલી ગામના એક ખેડૂતે મોટા સમઢિયાળાના ગુરુકુળમાં વિદ્યાર્થીઓનું બ્રેઈનવોશ કરતા હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ખેડૂતે પોતાના પુત્રને ગુરુકુળમાં ધો.૮માં અભ્યાસ માટે મુક્યો હતો.
પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી. કોઈ પ્રસંગમાં પણ માંડ આવતો હતો. પુત્ર હંમેશા ગુરુકુળ પાછા જવાની જ જીદ પકડતો હતો. તેને ના પાડવામાં આવે તો ઘરમાં ખાવા-પીવાનું બંધ કરી દેતો
હતો અને એક રૂમમાં પુરાઈ જતો હતો. તે સતત
સ્વામીજી સાથે ફોન પર વાત કરતો હતો.
પુત્રની વાતચીતનું રેકો‹ડગ સાંભળવા એક એપનો
ઉપયોગ કર્યા પછી બધા સંવાદો મળતા ભાંડો ફૂટ્યો હતો.