ગીરગઢડા તાલુકાના બોડીદર ગામે સેવા મંડળ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા દેશના પ્રથમ સીડીએસ બિપીન રાવત સહિતના જાંબાઝ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગામના હનુમાનજી મંદિરના હોલમાં મીણબત્તી જગાવી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ તકે ગામના યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.