ગીરગઢડા તાલુકાના બેડીયા ગામમાં સવારના સમયે ઘૂસી આવેલા સિંહનો એક વીડિયો વાયરલ થયો છે. નિર્માણાધીન મકાનમાં ઘૂસી ગયેલા સિંહને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સિંહે ત્રાડ પાડતા જ લોકોમાં નાસભાગ મચી હતી. વન વિભાગની
આભાર – નિહારીકા રવિયા ટીમને જાણ થતા તેઓ ગામમાં પહોંચે તે પહેલા જ સિંહ નાસી છૂટ્યો હતો. જંગલ બોર્ડરની નજીક આવેલા આ ગામમાં મોતીસર રોડ પર ભરતભાઈના નિર્માણાધીન મકાનમાં એક નર સિંહ પ્રવેશી ગયો હતો. મકાનમાં હજુ બારી-દરવાજા લાગ્યા ન હતા અને સદનસીબે શ્રમિકો પણ કામ પર આવ્યા ન હતા. સિંહની હાજરીની જાણ થતાં જ ગ્રામજનો તેને જોવા માટે એકત્ર થઈ ગયા હતા. જોકે, સિંહ બારીની જગ્યામાંથી કૂદીને નજીકના ધાર વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો.





































