ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિવેણી સંગમ, ઓડિટોરિયમ હોલ ખાતે સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વચ્છતા ક્ષેત્રે વિશેષ કામગીરી
કરનાર સંસ્થાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકા પૈકી ગીરગઢડા તાલુકો પ્રથમ ક્રમાંકે આવતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ ભગવતીબેન સાંખટ, ટીડીઓ આર.એમ. ત્રિવેદી અને એસ. બી.એમ. સ્ટાફને પ્રમાણપત્ર આપી જિલ્લામાં સ્વચ્છતા ક્ષેત્રે સૌથી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ બિરદાવવામાં આવ્યા હતા.