ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામમાં રૂ. ૧૨ લાખથી વધુના ખર્ચે બનનારા રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે આ વિકાસ કાર્યનો પ્રારંભ થયો હતો. ખાતમુહૂર્ત પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જોલોંધરા, શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક, મહિલા સરપંચના પ્રતિનિધિ દિવ્યકાંત ડાંગોદરા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







































