ગીરગઢડાના જરગલી ગામે ગતરાત્રે સિંહણે બસસ્ટેશન પાસે વાછરડાનું મારણ કરી મિજબાની માણતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગામમાં અવારનવાર વન્યપ્રાણીઓ ઘૂસી જતા હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠી હતી. જેથી વનવિભાગ દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.