ગીર ગઢડાના કોદીયા ગામે મોડી રાત્રે ૪ વર્ષની બાળકીને ઘરના રસો઼ડામાંથી દીપડાએ ફાડી ખાધી હોવાનું જાણવા મળ્યું છે.બાળકીની શોધ કરતા ઘરની થોડેક દૂર મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. બાળકીના
મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો છે. વન વિભાગે માનવ ભક્ષી દીપડાને પાંજરે પૂર્યો છે.બાળકીના મોતથી પરિવારમાં આક્રંદ જાવા મળ્યો છે. ઘરનાં રસોડામાં ભોજન લેવાની રાહમાં બેઠેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી, જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે, તેમજ પરિવારમાં માતમ જાવા મળ્યો છે. બાળકીના પિતાએ તેને બચાવવા પાછળ દોટ મૂકી હતી, પરંતુ દીપડાએ માસૂમ બાળકીને તેનો શિકાર બનાવી હતી. કોદીયા ગામમાં વાઘાભાઈ ભગાભાઈ ભરવાડની દીકરી દીપડાનો ભોગ બનતા લોકોએ દીપડાને પાંજરે પૂરવા માંગ કરી હતી. માનવભક્ષી દીપડાને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી છે.