ગીરગઢડાના ઉગમણા પડા ગામે ચાર શખ્સોએ અગાઉ પાણીની પાઇપ લાઇનમાંથી રસ્તા પર પાણી નીકળતું હોય જેનું મનદુઃખ રાખી યુવાન પર હુમલો કર્યો હતો. જેમાં જસીયતખા મુરાદખા બ્લોચ, તોસિફખા જમીયતખા બ્લોચ, મુનારખા જસીયતખા બ્લોચ, તેમજ ઇસુબખા સુલતાનખા બ્લોચ આ તમામ શખ્સોને દોસ્તુંખા સૈયદખા બ્લોચ સાથે અગાઉ પાણીની પાઇપ લાઇનમાંથી રસ્તા પર પાણી નીકળતું હોય તે બાબતે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખેલ હોય અને આ મામલો ઉગ્ર બનતા શખ્સોએ કુહાડી ઉંધી રાખી મુંઢ ઘા મારેલ તેમજ લાકડા, લોખંડના પાઇપ વડે શરીરે માર મારી અને ગાળો આપી ધમકી આપેલ હતી. આ હુમલામાં ઇજાગ્રસ્ત દોસ્તુંખા સૈયદખા બ્લોચને તાત્કાલિક ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.