ગીરગઢડાના આંકોલાલી ગામે રહેતી રૈયાબેન ઉર્ફે લાભુબેન જેઠાભાઇ વાજા ઉ.વ.૪૫ને કોઇ અજાણ્યા શખ્સોએ ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઇજા કરી હત્યા કરી હતી અને તેણે પહેરેલ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી નાસી ગયેલ હતા. જે બાબતે ગીરગઢડા પોલીસમાં ફરિયાદ દાખલ થયા બાદ એલસીબી ટીમે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસની બાતમી આધારે હરેશ હમીરભાઇ વાજા તથા મિલન ધીરૂભાઈ વાજા રહે, બન્ને આંકોલાલીવાળાને પકડી પાડયા હતા. જેમની પૂછપરછમાં તેમણે પૈસાની જરૂર હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.