કુકાવાવ તાલુકાના લુણીધાર અને ઇશ્વરિયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અંગે ગ્રામજનો અને આગેવાનો સાથે મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જળસંચયની તાતી જરૂરિયાત પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, પાણી એ જ પરમાત્મા છે અને તેને ધરતીના પેટાળમાં ઉતારવું એ આજના સમયની સૌથી મોટી ભક્તિ છે. ટ્રસ્ટ દ્વારા જે ગામોમાં ચેકડેમ ઊંડા ઉતારવા કે નવા બનાવવાના કાર્યો થયા છે, ત્યાં આજે ખેડૂતોના કૂવા અને બોરના તળ ઊંચા આવ્યા છે, જેનાથી ખેતી અને પશુપાલન સમૃધ્ધ બન્યા છે. જો આપણે અત્યારે જાગૃત થઈ વરસાદી પાણીનો સંગ્રહ નહીં કરીએ, તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.લુણીધારની મિટિંગમાં ગ્રામજનોએ જળસંચયના કાર્યમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી.








































