અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામેથી એક વૃદ્ધા કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હોવાની ઘટના સામે આવી હતી. છેલ્લા બે દિવસથી પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ પતો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેઠુરભાઇ પીઠાભાઇ ભુવા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, ગીદરડી ગામે વાડી વિસ્તારમાં રહેતા માલુબેન પીઠાભાઇ ભુવા (ઉ.વ.૯૦) ૨૨/૦૧/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ૧૧ઃ૦૦ વાગ્યાના સમય દરમિયાન પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા. પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં, સગા-સંબંધીઓમાં અને સંભવિત તમામ સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ આજદિન સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી.










































