ધારીના ગીગાસણ ગામે જમીન વાવવા મુદ્દે મહિલાને તેના જ કુટુંબીજનો ધમકી આપી હતી. જેને લઈ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આ મુદ્દે નિરૂબેન વિજયભાઇ કોટીલા (ઉ.વ.૩૫)એ ચંન્દ્રેશભાઇ જીલુભાઇ કોટીલા તથા જીલુભાઇ દડુભાઇ કોટીલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ફરીયાદી સાથે જમીન વાવવા બાબતે ઝઘડો કરી ચન્દ્રેશભાઈએ છરી વડે તેમને ડાબા હાથના અંગુઠામાં ઇજા કરી ઢીકાપાટુથી મુંઢમાર માર્યો હતો. આ ઉપરાંત બંને જણાએ ભેગા મળી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.