સોમનાથ બાપુ અને શેરનાથ બાપુ સહિત નાથ સંપ્રદાયના સંતો અને અન્ય ધાર્મિક વ્યક્તિઓએ આ કૃત્યની સખત નિંદા કરી છે.આશરે ૫,૫૦૦ પગથિયાંની ઊંચાઈએ આવેલા આ મંદિરમાં મૂર્તિ તોડીને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાનો વાયરલ વીડિયો અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય છે. સંતો અને ભક્તોએ આ ગુનાના ગુનેગારોને છોડવા નહીં અને તેમને શક્ય તેટલી કડક સજા આપવામાં આવે તેવી માંગણી પણ કરી છે. આ મામલે ઔપચારિક પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં, ભવનાથમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તો આ ઘટનાનો વિરોધ કરવા અને ગુનેગારોને સજા આપવાની માંગ કરવા માટે એકઠા થયા છે. આ પવિત્ર સ્થળને અપવિત્ર કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી એ સમયની માંગ છે.આ ઘટના બંતા સંતો અને ઋષિઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસની માંગ કરી છે.તેમનું કહેવું છે કે કોઈએ જાણી જાઈને આ રીતે પ્રાચીન મૂર્તિ તોડી નાખી છે અને પોલીસ ફરિયાદ નોંધીને આરોપીઓને શક્ય તેટલી કડક સજા આપવાની માંગ કરી છે. સાધુઓ હાલમાં તે સ્થળે બેઠા છે જ્યાં મૂર્તિ તોડી પાડવામાં આવી હતી. લોકો તોડફોડ અંગે ગુસ્સે છે, પરંતુ તેઓ એવી પણ માંગ કરે છે કે પોલીસ શક્ય તેટલી વહેલી તકે ગુનેગારોની ધરપકડ કરે.










































