અમરેલીમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. ગાવકડા ચોકડીથી અમરેલી વચ્ચે સારહી તપોવન આશ્રમ પાસે ફોર વ્હીલ ચાલકે દંપત્તિને ટક્કર મારી હતી. હંસાબેન સિદ્ધાર્થભાઈ સારીખડા (ઉ.વ.૨૫)એ ફોર વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સાહેદ સિદ્ધાર્થભાઈ તથા પતિ-પત્ની બંને પોતાની બાઇક લઇને કેશોદથી અમરેલી આવતા હતા તે દરમિયાન ગાવડકા ચોકડીથી અમરેલી તરફ આવતાં સારહી તપોવન આશ્રમ પાસે ફોર વ્હીલ ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને તથા તેના પતિને ઇજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ જે કે ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.