ગાવડકા ગામે રહેતા એક યુવકને તું મને કેદુનો ધ્યાનમાં છે કહી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વિજયભાઈ કરશનભાઈ માધડે તેમના જ ગામના રોહિતભાઈ પાસાભાઈ હેલૈયા તથા મયુરભાઈ પાસાભાઈ હેલૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ત્રણ દિવસ પહેલા રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેઓ ખુલ્લા મેદાનમાં બેસવા માટે બાંકડા ગોઠવતા હતા ત્યારે રોહિતભાઈએ આવીને કહ્યું કે, તું મને કેદુનો ધ્યાનમાં છે, આટલુ કહી અચાનક માથામાં લાકડાના ઘા માર્યા હતા. જે બાદ રોહિતભાઇ પાંચાભાઇ હેલૈયાએ વિજયભાઇ કરશનભાઇ માધડ સહિત બે લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બસ સ્ટેન્ડ પાસે આંટો મારવા ગયા હતા ત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલા આંબેડકર હોલની ખુલ્લી જગ્યા આરોપી તથા અન્ય બીજા લોકો સાફ કરતા હતા. તેમણે તું પણ સાફ કરવા આવ તેમ કહેતા થોડીવાર પછી આવું તેમ કહેતા ઉશ્કેરાઇ જઇ ગાળો દેવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો દેવાની ના પાડતાં ઢીકાપાટુ મારીને બટકું ભર્યું હતું. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર જે.એમ.દવે વધુ તપાસ કરી રહ્યા છે.