અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે બે જગ્યાએથી રેતી ચોરી પકડાઈ હતી. પોલીસે બંને જગ્યાએથી મળી છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ગાવડકા ગામેથી વડેરામાં રહેતા કયુમભાઇ રજાકભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫) પોતાના ટ્રેક્ટરમાં પાસ પરમીટ વગર અડધો ટન રેતીનું વહન કરીને લઈ જતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી ૧,૫૦,૨૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગોખરવાળા ગામેથી રાજસ્થળીમાં રહેતો મેહુલભાઇ કાળુભાઇ મોલાડીયા (ઉ.વ.૨૫) ડમ્પરમાં રોયલ્ટી કે લીઝ વગર ૪ ટન રેતી ભરીને લઈ જતા ઝડપાયો હતો. પોલીસે સુરત પાસિંગનું ડમ્પર, રેતી સહિત ૪,૫૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.