ગાવડકા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નૂતનબેન ડી માલવિયાએ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં લાંબી કુદમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ૭ંર ઓલ ઇન્ડિયા માસ્ટર્સ એથેલેટિક્સ નેશનલ ગેમ્સ ૨૦૨૪માં પણ ત્રીપલ જંપમાં ગોલ્ડ મેડલ જીતીને ડબલ ધમાકો કર્યો છે. નૂતનબેને અત્યાર સુધીમાં રાષ્ટ્રીય સ્તરે ૧૦ થી વધુ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણી અને નાયબ શિક્ષણાધિકારી સોલંકી દ્વારા નૂતનબેનને તેમની
ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને રમતગમત ક્ષેત્રમાં તેમના અનુભવ શેર કરવા અને જિલ્લાના બાળકોને પ્રેરણા આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.