ગારીયાધાર તાલુકા પેન્શનર મંડળની આજે રોય સમાજની વાડી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. પેન્શનર મંડળના પ્રમુખ ભગવાનજીભાઈ ગોટીના પ્રમુખ પદે યોજાયેલી આ સભામાં ગત વર્ષના હિસાબો રજૂ કરાયા અને મંજૂર કરવામાં આવ્યાં હતા. આ તકે પેન્શનર મંડળના ૭૫ વર્ષ પૂરા કરનાર મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત એસઆરપીના રીટાયર્ડ પીએસઆઇ જીલુભા ગોહિલે બપોરના ભોજનના દાતા તરીકે સેવા આપી હતી. આ તકે પાલીતાણા તાલુકાના પેન્શનર મંડળના હોદ્દેદારો, નિવૃત્ત આચાર્ય તથા પત્રકાર તખુભાઈ સાંડસુર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પેન્શન માટે જરૂરી વારસદાર નિયુક્તિ પેન્શનની ખરાઈ વગેરે બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.