દામનગરમાંથી ગારિયાધારના ભમરીયા ગામના યુવકનું બાઈક ચોરાયું હતું. આ અંગે ભાવેશભાઇ લાલજીભાઇ ભુત (ઉ.વ. ૩૬) એ જાહેર કર્યા મુજબ, તેમણે દામનગર ગારીયાધાર રોડ પટેલ ટ્રેકટર ગેરેજની સામે જાહેર ખુલ્લી જગ્યાએ મોટરસાયકલ પાર્ક કર્યું હતું. ૩૦ હજારની કિંમતના મોટરસાયકલની અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. સાંખટ વધુ તપાસ કરી રહ્યા
છે.