દરેક બિયારણને બીજામૃતનો પટ અવશ્ય આપવો. પાંચમા પગલા તરીકે ધરાની બાફસા કન્ડિશન (તળ ભૂમિની વરાપ) જળવાય તેવી પિયત વ્યવસ્થા ગોઠવવી. પાંચમા પગલા તરીકે ધરાની બાફસા કન્ડિશન (તળ ભૂમિની વરાપ) જળવાય તેવી પિયત વ્યવસ્થા આ પાંચેય પગથિયા (પગલા) અને અન્ય જરૂરી વિગતો સાથે વિસ્તૃત સમજ આપતી પુસ્તિકા ‘‘ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન, વિજ્ઞાન, સંજ્ઞાન’’ની ૧૧૧ પાનાના લેખમાં સહજ અને સરળ સમજ આપેલ છે. જેની પડતર કિંમત રૂપિયા ૬૦ માં મેળવવા દરેક વોટ્‌સઅપ (whatsapp) ગ્રુપમાં રજૂ કરેલ મારો વીડિયો ગાય આધારિત ખેતીને આ રીતે સમજો અને નહિવત ખર્ચમાં વધુ સારી ઉપજ આવક મેળવોમાં વિસ્તૃત વિગત છે. ફરીથી રિફર કરવા જઈ રહ્યો છું. તેમજ મારો સંપર્ક કરી મેળવી શકશો. મુંજવતા પ્રશ્નોના નિરાકરણ માટે ફોન કરી શકો છો. શિયાળુ (રવી) વાવેતર સામાન્ય રીતે ૧૧ નવેમ્બર પછી (ઠંડી શરૂ થયે) અગર કોપરેલ તેલ જામવાનું શરૂ થાય તે પછી વાવવાથી બીજનો જુસ્સાદાર, સારો અને પૂરતો ઉગાવો થાય તેમજ તેનો વિકાસ વૃદ્ધિ પણ ઝડપી અને સારી થાય. ફાલ સારો બેસે.