ગાયના દૂધ, દહીં અને ઘીના ઉત્તમ ગુણોને કારણે જ આ ત્રણેય પ્રાચીનકાળથી ભારતીયોના ભોજનનું અભિન્ન અંગ બની રહેલ છે. “વિના ગોરસં કો રસો ભોજનામ” અર્થાત ગોરસ વિના ભોજનમાં રસ ક્યાંથી હોય.
૪) ગૌમૂત્ર:- ચરક સંહિતામાં ગૌમૂત્રના વિષયમાં કહેવાયું છે કે, ગૌમૂત્રના સેવનથી કૃમિરોગ, કોઢ, ખંજવાળ અને પ્લીહા રોગ દૂર થઈ જાય છે. ગૌમૂત્ર કડવું, તીખું, ખારું, તુરૂં, આંશિક મધુર પિતનું શમન કરનાર રોગો મટાડનાર અને હિતકારી છે.
૫) ગોમય – ગાયનું છાણ – રોગોના જીવાણુ અને દુર્ગંધને દૂર કરવામાં ગાયનું છાણ અદ્વિતિય છે. પ્રાચીન કાળમાં માત્ર ઘર જ નહિ પરંતુ ઘરનું આંગણું અને રસોડામાં પણ ગાયના છાણથી લીંપણ કરવામાં આવતું હતું. કોઈપણ માંગલિક કાર્ય કરતા પહેલા ગાયના છાણથી ભૂમિ પર લેપન કરવું અનિવાર્ય માનવામાં આવે છે. અનેક રોગોને દૂર કરવામાં ગાયના છાણની ઉપયોગિતા છે. ગાયના છાણને શરીર પર ઘસીને સ્નાન કરવાથી ખંજવાળ દૂર થાય છે તથા વધુ પડતો પરસેવો થતો હોય તો ગાયના છાણને સુકવીને તેનો પાવડર બનાવીને શરીર પર ઘસવાથી તે શરીર પર થોડો સમય રહેવા દેવું અને ત્યારબાદ સ્નાન કરવાથી વધુ પડતો પરસેવો આવવાનું બંધ થઈ જાય છે.
• પંચગવ્ય બનાવવાની પધ્ધતિઃ- પરાશર સ્મૃતિ વગેરે ગ્રંથોમાં પંચગવ્ય બનાવવાની પધ્ધતિ દર્શાવેલ છે. જેમાં ગાયના પાંચ પદાર્થ અથવા ૧) દૂધ ૨) દહીં ૩) ઘી ૪) ગૌ મૂત્ર ૫) છાણ વગેરે કેટલી માત્રામાં એટલે કે, કેટલા પ્રમાણમાં લેવું જોઈએ તેનું વિવરણ તો છે જ પરંતુ ખાસ કરીને કપિલા વર્ણની અર્થાત સુવર્ણ જેવા રંગની ગાય ખૂબ જ હિતકર ગણાય છે.પંચગવ્યમાં એક ભાગ ઘી, એક ભાગ ગૌમૂત્ર, એક ભાગ છાણ, બે ભાગ દહીં અને ત્રણ ભાગ દૂધ વગેરેનું મિશ્રણ બનાવવાનું હોય છે પછી તેને સાત વખત વસ્ત્રથી ગાળવું જોઈએ. તેમાં થોડું મધ પણ ઉમેરવાથી વધુ ગુણકારી બને છે. પંચગવ્યનું સેવન વધુ લાભદાયી નીવડે છે. પ્રયોગ કરી પેટ સાફ કર્યા બાદ પંચગવ્યનું સેવન વધુ લાભદાયી નીવડે છે. સાટોડી, દેવદાર, સુંઠ, ગુગળ, દશમૂલ અને ગૌમૂત્ર આ બધાનું મિશ્રણ કરી ઉકાળો બનાવી પીવાથી આંતર બાધ્ય સોજા અવશ્ય દૂર થાય છે.
• ગૌમૂત્ર રોગો પર વિજયી કેવી રીતે બનાવે છે જે નીચે મુજબ છે.
૧) ગૌમૂત્રમાં કોઈપણ પ્રકારના કીટાણું નષ્ટ કરવાની ચમત્કારિક શક્તિ છે. તેથી બધીજ કીટાણુજન્ય વ્યાધિઓ નષ્ટ થાય છે.
૨) ગૌમૂત્ર વાત પિત અને કફને સમાન બનાવે છે તેથી રોગો આપોઆપ નષ્ટ થઈ જાય છે.
૩) ગૌમૂત્રનું સેવન કરવાથી મનુષ્યનું લીવર બરાબર કામ કરતું થાય છે. તેથી આપોઆપ લોહી સ્વચ્છ બનવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
૪) ગૌમૂત્રમાં બધા એવા તત્વો છે. કે જે માનવ શરીરના આરોગ્યદાયક તત્વોની કમીને પૂરી કરે છે.
૫) ગૌમૂત્રમાં કેટલાય ખનીજ, ખાસ કરીને તાંબુ હોય છે જેની પૂર્તિથી શરીરમાં ઘટતા ખનીજ તત્વોની પૂર્તિ થઈ જાય છે. તેમજ ગૌમુત્રમાં રહેલ સ્વર્ણક્ષાર પણ રોગોથી બચવાની શક્તિ આપે છે.
૬) માનસિક આઘાતથી સ્નાયુતંત્રને આઘાત લાગે છે. ગૌમુત્રને ભેદ્ય અને હ્યદ્ય કહેવામાં આવે છે. એટલેકે મગજ અને હૃદયને શક્તિ પ્રદાન કરે છે. તેથીજ માનસિક કારણોથી લાગેલ આઘાતથી હૃદયની રક્ષા કરે છે અને મગજ તેમજ હૃદયને રોગોથી બચાવે છે.
૭) કોઈપણ પ્રકારની ઔષધીઓના વધુ પડતા સેવનને કારણે જે તત્વોનું રીએકશન આવે છે. ગૌમૂત્ર પોતાની વિષનાશક શક્તિથી તે તત્વોને નષ્ટ કરી માનવીને નિરોગી બનાવે છે.
૮) વાતાવરણમાં રહેલ વિદ્યુત તરંગો આપણા શરીરને સ્વસ્થ રાખે છે. ગૌમૂત્રમાં રહેલ તાંબાના કારણે, તાંબુ (કોપર) પોતાના વિદ્યુત આકર્ષણ ગુણને કારણે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિદ્યુત તરંગોને પોતાની તરફ આકર્ષિ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.
૯) ગોમુત્ર રસાયણ છે તે વૃધ્ધાવસ્થાને રોકે છે અને રોગોને નષ્ટ કરે છે.
૧૦) આહારમાં જે પોષકતત્વ ઓછા પ્રાપ્ત થાય છે. તેની પૂર્તિ ગૌમૂત્રમાં ઉપલબ્ધ તત્વોથી થાય છે તેથી સ્વાસ્થ્ય લાભ થાય છે.
૧૧) આત્માની ઈચ્છા વિરૂધ્ધના કર્મો કરવાથી હૃદ્દય અને મગજ સંકોચાય છે. જેની અસર શરીર પર પડે છે. જેના કારણે રોગ ઉત્પન્ન થાય છે. ગૌમૂત્ર સાત્વિક બુધ્ધિ પ્રદાન કરે છે તેથી સાચા અને હિતાવહ કાર્યો કરાવીને રોગોથી બચાવે છે.
૧૨) શાસ્ત્રોમાં પૂર્વજન્મના કર્મોને કારણે રોગોની ઉત્પતિ કહેલ છે જે મનુષ્યને ભોગવવી પડે છે. ગૌમૂત્રમાં ગંગાએ નિવાસ કરેલ છે. ગંગા પાપનાશિની છે. તેથી ગૌમૂત્રના પીવાથી પૂર્વજન્મના પાપ નષ્ટ થાય છે. તેથી પૂર્વ જન્મના પાપોને કારણે થયેલ રોગો નષ્ટ થઈ જાય છે. (ક્રમશઃ)