યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં વિવિધ સ્પર્ધાઓમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બધા વિદ્યાર્થીઓને સંસ્થાના શિલ્પી પૂ. રતિદાદાએ વિદ્યાભ્યાસ ઉપરાંત અન્ય કલા કૌશલ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર ભારતભૂષણ મહેશભાઈ મહેતા તથા આચાર્ય શીતલબેન મહેતાએ પણ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.