યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચલાલાના ગાયત્રી સંસ્કાર ધામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી ડા. રતિદાદાની પ્રેરક ઉપસ્થિતિમાં હનુમાન જયંતિના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હનુમાનજી દાદાની વિશેષ પૂજા, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું સુંદર આયોજન થયું હતું. વહેલી સવારથી જ સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદિત બની ગયું હતું. ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને
સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકોએ શ્રધ્ધાપૂર્વક પૂજાનો લાભ લીધો હતો. ગુરુકુળના પ્રાધ્યાપકો ભાર્ગવભાઈ જોષી અને મીતભાઈ જોષી દ્વારા સુંદરકાંડના ગાનથી વાતાવરણમાં દિવ્ય પ્રસન્નતા પ્રસરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતભૂષણ મહેશભાઈ મહેતા, શીતલબેન મહેતા અને સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.