ગાયત્રી શક્તિપીઠ અમરેલી ખાતે શ્રી રણછોડદાસબાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ તથા છગનલાલ માવજીભાઇ ભરાડ (અમરેલી), હસ્તે વર્ષાબેન થરાદના સહયોગથી આજે ૧ર૪મો નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. આ તકે દર્દીઓના આંખના રોગનું નિદાન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લઇ આંખના રોગોનું નિદાન કરાવ્યું હતું.
કેમ્પનો લાભ લેનાર જરૂરિયાતમંદ દર્દીઓને શ્રી રણછોડદાસબાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ ખાતે લઇ જઇ અતિઆધુનિક મશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. તેમજ મોતિયાના ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પ સ્થળે પરત મુકી જવાની અને રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ તરફથી
કરવામાં આવનાર છે.