ગાધકડા ગામમાં શિવાલયના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ શિવાલયનું ખાતમુહૂર્ત દાતા મનુભાઈ કાનજીભાઈ કયાડા પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ભાસ્કર દાદા જાની, તા.પં. સભ્ય જીતુભાઈ કાછડીયા, ભગવાનભાઈ કેવડીયા, સવજીભાઈ વેકરીયા, જાદવભાઈ સાવલીયા, કકુભાઈ હિરાણી તેમજ ગામનાં દરેક સમાજના આગેવાનો આ ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહ્યાં હતા.