સાવરકુંડલા તાલુકામાં આવેલ ગાધકડા ગામે આઈ શ્રી મોમાઈ આશ્રમ ખાતે આગામી તારીખ.૧૩- ૧૨-૨૫ શનિવારના રોજથી તારીખ.૨૦-૧૨-૨૫ અમાસને શનિવાર સુધી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મોમાઈ માતાજીનો ૨૫ મો પાટોત્સવ તેમજ પરમ પૂજ્ય પુંજાઆપાના ૮૦૬ વર્ષને અનુલક્ષીને આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાસ્ત્રી શ્રી નવનીત દાદા જાની (ગાધકડા વાળા) સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ ભવ્ય શ્રીમદ ભાગવત કથામાં અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમજ સંતો મહંતો પણ પધરામણી કરશે. આ કથા દરમિયાન ગણેશગઢ, કલ્યાણપુર અને ગાધકડા ગામમાં તારીખ ૨૧-૧૨-૨૫ રવિવારના રોજ ત્રણે ગામ બપોરના પ્રસાદમાં ધુવાડાબંધ રાખેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.