સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે આવેલ ગાધકડા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રી રામનાથ આશ્રમ, મગન વાવનો પગપાળા પ્રવાસ કર્યો હતો. આ તકે હળવાશની પળોમાં તમામ વિદ્યાર્થીઓએ ભેળનો આસ્વાદ માણ્યો હતો. આમ જ્યારે પ્રવાસન ઉદ્યોગમાં મોટેભાગે વ્હીકલનો ઉપયોગ થતો હોય ત્યારે પગપાળા પ્રવાસની પણ એક અનોખી મજા હોય છે. સાંપ્રત સમયમાં પગપાળા પ્રવાસ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પગપાળા પ્રવાસ દ્વારા આસપાસની પ્રકૃતિનો પણ અનોખો આનંદ માણી શકાય છે, એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.