ગાધકડા ગામે છેલ્લા એક મહિનાથી લોકોને અનિયમિત પાણી મળતું હોય તેવી ફરિયાદ ઉઠી છે ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ જે.કે. કાછડીયાએ ટીડીઓને પત્ર લખીને પાણી નિયમિત મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. પત્રમાં લખ્યું છે કે, આ બાબતે પાણી પુરવઠા વિભાગને ટેલીફોનીક પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ગામને નિયમ અનુસાર નર્મદાના પાણીનો પુરતો જથ્થો મળે છે પણ વાલ્વમેનના કારણે લોકોને અનિયમિત પાણી મળે છે. આ બાબતે તલાટી અને વહીવટદારને ટેલીફોનીક જાણ કરવા છતાં આ મુદ્દાને ગંભીરાતથી લીધો નથી. ત્યારે નવા વાલ્વમેનની નિમણૂક કરી તાત્કાલીક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ગાધકડા ગામને નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા તાલુકા પંચાયત પ્રમુખે ટીડીઓ સમક્ષ માંગ કરી છે.